ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના લોકો સંયમપૂર્વક દિવાળીની ઉજવણી કરી કોરોનાને મ્હાત આપે: કલેક્ટર - જામનગર મહાનગરપાલિકા

જામનગર ખાતે કલેક્ટર રવિશંકર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, જામનગર ખાતે આગામી 13 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઘોષિત કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

જામનગરના લોકો સંયમપૂર્વક દિવાળીની ઉજવણી કરી કોરોનાને મ્હાત આપે
જામનગરના લોકો સંયમપૂર્વક દિવાળીની ઉજવણી કરી કોરોનાને મ્હાત આપે

By

Published : Nov 13, 2020, 4:31 AM IST

  • જામનગર કલેક્ટર, કમિશ્નરે લોકોને કરી અપીલ
  • કોરોના કાળમાં સાવધાની પૂર્વક તહેવારની ઉજવણી કરો
  • હજુ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે
  • જામનગરની આયુર્વેદ સંસ્થાને નેશનલ ઈમ્પોર્ટન્ટ ઘોષિત કરાઈ

જામનગર ખાતે કલેક્ટર રવિશંકર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, જામનગર ખાતે આગામી 13 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઘોષિત કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સન્માન સાથે આયુષ વિભાગની કામગીરીનો લોકોમાં ખૂબ પ્રસાર જોવા મળ્યો છે.

જામનગરના લોકો સંયમપૂર્વક દિવાળીની ઉજવણી કરી કોરોનાને મ્હાત આપે

આયુર્વેદમાં સંશોધનની તક વધશે

વધુમાં કલેક્ટરે કહ્યું હતું કે, આયુર્વેદ ભારતની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. લોકો અલ્ટરનેટિવ મેડિસિન તરીકે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યાં છે, ત્યારે ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા આયુર્વેદમાં સંશોધનની તકો વધશે.

સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો

આ સાથે જ કલેક્ટરે જામનગરની કોવિડની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 9,000 જેટલા કેસ જોવા મળ્યા છે. ધીરે ધીરે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તહેવારોના દિવસોમાં લોકો યાદ રાખે કે કોરોનાથી આપણે હજુ સંપૂર્ણ મુક્ત થયા નથી.

દિવાળીમાં ભેટનું આદાન-પ્રદાન અને સ્નેહમિલન ટાળવું

જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી લાપરવાહી નહીં તેમ કહી કલેક્ટરે કહ્યું કે, લોકો દિવાળીના તહેવારની સંયમિત રીતે ઉજવણી કરે. સોશિયલ ડિસ્ટનિંગ, માસ્કનો ઉપયોગ અને આવશ્યકતા વિના ઘરની બહાર ન નીકળે અને ઘરના વડીલો ખાસ ધ્યાન રાખે તે ખૂબ આવશ્યક છે. દિવાળીમાં ભેટનું આદાન-પ્રદાન, સ્નેહમિલન જેવી બાબતો કોરોનાના સંક્રમણનો ફેલાવો કરી શકે છે. જેથી સંયમ રાખી નિયમોનું પાલન કરી દિવાળીની સુખરૂપ ઉજવણી કરવા કલેક્ટરે જામનગરવાસીઓને અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details