જામનગર : છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાના કારણે અમરનાથ (Amarnath Yatra 2022) યાત્રા બંધ હતી. ત્યારે આ વર્ષ કોરોનાના કેસમાં રાહત હોવાથી લોકો અમરનાથ યાત્રા જવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેને લઈને અમરનાથ જી શ્રાઈન બોર્ડ વેબસાઇટમાં મેડીકલ સર્ટી માટે ડોક્ટર્સને હોસ્પિટલનું સર્ટી ન હોવાના કારણે અમરનાથ યાત્રાએ જવા માટે રજિસ્ટ્રેશન કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Amarnath Yatra Registration : જામનગરમાં અમરનાથ યાત્રા રજિસ્ટ્રેશન આ કારણે નથી થતું...જાણો શું કારણ?
બે વર્ષ બાદ અમરનાથ યાત્રાને (Amarnath Yatra 2022) લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ જામનગરમાં લોકોને અમરનાથ યાત્રામાં જવા માટે રજિસ્ટ્રેશન (Amarnath Yatra Registration) મામલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહપ્રધાન સાથે અમરનાથ યાત્રાને વાત કરવા છતાં લોકોને ધરમના (Registration of Amarnath Yatra in Jamnagar) ધક્કા ખાવા પડી રહ્યા છે.
લોકોને ધરમના ધક્કા- જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા પંજાબ નેશનલ બેંકમાં મોટી સંખ્યામાં લોકો અમરનાથ યાત્રા જવા માટે રજિસ્ટ્રેશન કરાવે છે. જોકે તકનીકી સમસ્યા હોવાના કારણે હજુ સુધી એક પણ લોકોનો રજીસ્ટ્રેશન થયું નથી. ત્યારે લોકો પંજાબ નેશનલ બેંક ખાતે ધરમના (Amarnath Yatra Registration) ધક્કા ખાઈ રહ્યા છે. તેમજ અન્ય જિલ્લામાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન પંજાબ નેશનલ બેંકમાં થઇ રહ્યું હોવાની વિગતો પણ બહાર આવી છે.
કેમ રજિસ્ટ્રેશન અટક્યું -સમગ્ર મામલે પંજાબ નેશનલ બેંકના મેનેજરે જણાવ્યું કે, અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. તેમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના કારણે હાલની કામગીરી બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી અમરનાથની વેબસાઈટ પર ડોક્ટર્સ (Fitness Certificate for Amarnath Yatra) અને હોસ્પિટલનું નામ નહીં આવે ત્યાં સુધી આ રજિસ્ટ્રેશન બંધ રાખવામાં આવશે. તો બીજી તરફ અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન (Registration of Amarnath Yatra in Jamnagar) કરવા ગયેલા મશરીભાઇ જણાવ્યું કે, બે-ત્રણ વાર પંજાબ નેશનલ બેંક ખાતે અમરનાથનું રજીસ્ટ્રેશન કરવા માટે ધક્કા ખાઈ ગયો. પરંતુ તેમને સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. રાજ્યના ગૃહપ્રધાન સાથે પણ ટેલિફોનિક વાત કરી છતાં પણ આ સમસ્યા હજુ જેમને તેમ છે.