- જામનગરની બજારમાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે
- રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર લોકોને કરવામાં આવી રહી છે અપીલ
- માસ્ક ન પહેરવા બાબતે લોકો બતાવી રહ્યા છે બહાના
જામનગર:રાજ્યમાં લોકડાઉનના કેસોમાં ઘટાડો થયો છે. છતાં પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જો કે છતાં પણ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોવાની ઘટનાઓ બની રહી છે. જેના કારણે સંક્રમિત થવાની શક્યતાઓ વધી રહી છે.
આ પણ વાંચો: આંશિક રાહત બાદ જામનગરમાં પાન મસાલાની દુકાનો શરૂ
માસ્ક ન પહેરીને બનાવી રહ્યા છે જુદા-જુદા બહાના
જો કે માસ્ક પહેર્યા વિના બજારમાં આંટાફેરા કરતા અનેક લોકો જોવા મળી રહ્યા છે. ETV Bharat દ્વારા જે લોકો માસ્ક વિના બજારમાં જોવા મળ્યા તેને પૂછવામાં આવ્યું તો અવનવા બહાના બનાવી રહ્યા છે.