- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- આજથી 18થી 44 વર્ષના વ્ચક્તિઓ માટે શરૂ થયું રજિસ્ટ્રેશન અભિયાન
- ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાનું લોકો જણાવી રહ્યા છે
જામનગરઃદેશમાં આજ શનિવારથી 18થી 44 વર્ષના વ્યક્તિઓને વેક્સિન મૂકવા માટેનો અભિયાન શરૂ કરાયું છે. જામનગર શહેરમાં ઘણા લોકોએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. હાલ લોકો રજિસ્ટ્રેશન કરી રહ્યા છે પણ રજિસ્ટ્રેશન પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના કારણે રજિસ્ટ્રેશન થઇ રહ્યું નથી. જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે અને આરોગ્ય કેન્દ્ર પર જઈ રજૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભુજમાં મીડિયા કર્મીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું