- જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ
- ખાનગી અને સરકારી ડૉક્ટર્સ પર અવારનવાર થાય છે હુમલા
- કોરોનાકાળમાં દર્દીઓના સેવા કરતા 700 જેટલા ડૉક્ટર્સના થયા મોત
જામનગર : સમગ્ર દેશમાં કોરોનાકાળમાં ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ સતત 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જીવના જોખમે ડૉક્ટર્સ દ્વારા ફરજ નિભાવતા અનેક ડૉક્ટર્સના મોત પણ થયા છે. કોવિડ સેન્ટર્સમાં ફરજ બજાવતા 700થી વધુ ડૉક્ટર્સના મોત થયા છે. ડૉક્ટર્સ પર હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા કરવામાં આવતા હુમલાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર શુક્રવારના રોજ વિરોધ કરવામાં આવ્યું છે, જે અનુસંધાને જામનગરમાં પણ ST બસ સ્ટેશન પાસે ડૉ વિરાણી હોસ્પિટલ ( Dr Virani Hospital ) ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ( Indian Medical Association )ના ડૉક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
દર્દીઓના સગા દ્વારા કરવામાં આવે છે ડૉક્ટર્સ પર હુમલા