ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર કોવિડ હોસ્પિટલમાં કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને કરાઈ રહ્યા છે દાખલ - Jamnagar NEWS

જામનગરની કોવિડ હોસ્પિટલ બહાર હજુ પણ ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલમાં રિકવરી રેટ સારો હોવાના કારણે અહીં સમગ્ર પંથકના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. એવામાં જામનગરના કોવિડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાય પણ તમામ વાહનોમાં આવતા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે.

જામનગર કોવિડ હોસ્પિટલમાં કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને કરાઈ રહ્યા છે દાખલ
જામનગર કોવિડ હોસ્પિટલમાં કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને કરાઈ રહ્યા છે દાખલ

By

Published : May 7, 2021, 4:27 PM IST

  • જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલનો મામલો
  • કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને કરાય છે દાખલ
  • 108 એમ્બ્યુલન્સની રાહ જોવામાં દર્દીની હાલત બગડે તેમ

જામનગર: ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હજુ પણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી એમ્બ્યુલન્સના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને તમામ સરકારી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલમાં આવેલા કોરોનાના દર્દીઓ ને પણ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પણ ખાનગી વાહનોમાં લાવવામાં આવાતા કોરોના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે.

જામનગર કોવિડ હોસ્પિટલમાં કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને કરાઈ રહ્યા છે દાખલ

108માં કલાકોનું વેઈટિંગ

દર્દીના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે, 108ને કોલ કરીએ તો કલાકોનું વેઈટિંગ હોય છે. જો તેમની રાહ જોવામાં આવે તો દર્દીની હાલત વધુ બગડી શકે તેમ હોય છે. જેના કારણે મોટા ભાગના દર્દીઓને ઓટો રીક્ષા કે ટેક્સીમાં કોવિડ હોસ્પિટલ સુધી લાવવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details