ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ - કોરોનાની મહામારી

જામનગર શહેરમાં સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી કપરાં સમયમાં સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. આથી, બુધવારે જામનગરથી દિલ્હી અને આંધ્ર પ્રદેશ ખાતે ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા ઓક્સિજન મોકલવામાં આવ્યો છે.

જામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ
જામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ

By

Published : May 19, 2021, 8:37 PM IST

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું
  • જામનગરથી ઓક્સિજનની વધુ બે ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ
  • સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો

જામનગર: દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને વધતાં કોરોનાના કેસને પગલે સમગ્ર દેશમાં ઓક્સિજનની ઘટને ધ્યાનમાં રાખીને જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આથી, સમગ્ર દેશમાં જામનગરથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહી છે. જામનગર હાપા રેલવે સ્ટેશન ખાતે આજરોજ બુધવારે 2 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દિલ્હી અને આંધ્ર પ્રદેશ ખાતે રવાના કરવામાં આવી છે.

જામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ

આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે

રિલાયન્સ દ્વારા સમગ્ર દેશમાં ઓક્સિજન સપ્લાય

જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી સમગ્ર દેશમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. દિલ્હી અને તેમની આજુબાજુના વિસ્તારમાં કોરોના દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડતી હોવાના કારણે અવારનવાર દિલ્હી સહિતના વિસ્તારોમાં ઓક્સિજન ટ્રેન કરવામાં આવી રહી છે. અગાઉ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે. તો આજે દિલ્હી અને આંધ્રપ્રદેશ ખાતે પણ ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે.

જામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ

આ પણ વાંચો:મોરબીની સામાજિક સંસ્થા દ્વારા ઓક્સિજન મશીન આપશે

ABOUT THE AUTHOR

...view details