ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં એરફોર્સની મદદથી જયપુરથી ઓક્સિજન લવાયો - Guru Gobind Singh Hospital

દેશમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે સેકન્ડ વેવમાં ઓક્સિજનની અછતને કારણે અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે. જોકે ભારતમાં ઓક્સિજનની અછત ઊભી થઈ છે, ત્યારે વિશ્વના અનેક દેશો મદદ માટે આગળ આવ્યા છે.

Jamnagar
Jamnagar

By

Published : Apr 27, 2021, 8:18 PM IST

Updated : Apr 27, 2021, 9:12 PM IST

  • જામનગરમાં ઓક્સિજનની કમી ઊભી ન થાય તે માટે જયપુરથી ઓક્સિજન લવાયો
  • એરફોર્સના વિમાનમાં લવાયો ઓકિ્સજનનો જથ્થો
  • ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં બે હજારથી વધુ દર્દીઓ દાખલ

જામનગર: શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલી છે. અહીં કોરોનાના બે હજારથી વધુ દર્દીઓ દાખલ છે. સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ઊભી ન થાય, તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે સોમવારે જામનગરની મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી.

જામનગરમાં એરફોર્સની મદદથી જયપુરથી ઓક્સિજન લવાયો

આ પણ વાંચો :જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1,227 બેડ સજ્જ

એરફોર્સના ફેસબુક પેઝ પર મૂકવામાં આવી વિગત

જામનગરમાં ઉભી થયેલી ઓક્સિજનની અછતને દૂર કરવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી છે અને એસફોર્સના વિમાનમાં જયપુરથી ઓક્સિજનની ટેન્ક જામનગર ખાતે લાવવામાં આવી છે.

એરફોર્સની મદદથી જયપુરથી ઓક્સિજન લવાયો

આ પણ વાંચો :જ્યોતિ CNC રાજકોટ દ્વારા જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલને વેન્ટિલેટર મશીન અર્પણ કરાયાં

એરફોર્સે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી

એરફોર્સ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ એરફોર્સના ફેસબુક પેજ પર ફોટોગ્રાફ સાથે જયપુરથી ઓક્સિજનનો જથ્થો જામનગર લાવવામાં આવ્યો હતો, તેની માહિતી મૂકવામાં આવી છે.

Last Updated : Apr 27, 2021, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details