- જામનગરમાં કોરોનાના કેસમાં વધારો
- હોસ્પિટલમાં ઓક્સિજનની અછત
- જિલ્લામાં ત્રણ ઓક્સિજનના પ્લાન્ટ છે કાર્યરત
જામનગરઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. જોકે, ખાનગી હોસ્પિટલમાં તો સમયસર ઓક્સિજન મળી રહે છે, પણ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન માટે ભારે મથામણ કરવી પડી રહી છે.
એક ઓક્સિજનનો પ્લાન્ટ ટેક્નિક ખામીના કારણે બંધ થયો હતો
ગઈકાલે સોમવારે જામનગર જિલ્લામાં આવેલો એક ઓક્સિજનનો પ્લાન્ટ ટેક્નિક ખામીના કારણે બંધ થઈ ગયો હતો. જેથી સમગ્ર શહેરમાં ભારે ઉહાપોહ મચી ગઇ હતી. જામનગરના પડાણામાં ઓક્સિજનના કુલ બે પ્લાન્ટ કાર્યરત છે. તેમજ જિલ્લામાં કુલ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ હાલ કાર્યરત છે. સોમવારે મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. કારણ કે, ઓકિસજનના ઉત્પાદનની સરખામણીએ વપરાશ સતત વધી રહ્યો છે.