ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો - જામનગર ઓક્સિજન

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ-અલગ શહેરમાં કોવિડ હોસ્પિટલ, બેડ અને ઓક્સિજનની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે.

જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો
જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો

By

Published : Apr 22, 2021, 5:39 PM IST

  • કોરોના મહામારીમાં ઓક્સિજનની ઉભી થઇ અછત
  • સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ ચૂકી છે
  • લોકો હોમ આઈસોલેટેડ થઈ ઓક્સિજન સહિતની સારવાર લઇ રહ્યા છે

જામનગરઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે હાલ દરરોજ 300થી 400 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે અને સંખ્યાબંધ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ ચૂકી છે. એક પણ બેડ ખાલી નથી અને મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી રહે છે.

જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો

આ પણ વાંચોઃભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત દુર કરવા યુવાનોનો સરાહનીય પ્રયાસ

જામનગર શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે

જામનગરમાં હોસ્પિટલ્સ હાઉસફુલ થતા લોકો હોમ આઈસોલેટેડ થઈ ઓક્સિજન સહિતની સારવાર લઇ રહ્યા છે. એવા સમયે જામનગર શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. જેના પગલે જામનગરમાં ઓક્સિજનની અછત અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ

હોમ આઇસોલેટ લોકોને પણ ખાનગી કંપની કરે છે ડિલિવરી

જામનગર શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા ઇન્ડિયન ગેસ એજન્સીમાંથી આખા જામનગરમાં હોમ આઇસોલેટેડ થતા તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. ત્યારે હાલ ઓક્સિજન બાબતે લોકોને રાહ જોવી પડે છે. બે થી ત્રણ દિવસે ઓક્સિજનનો બાટલો મળે તો મળે બાકી ઓક્સિજન પણ મળતો નથી. તેમજ જરૂરિયાત કરતાં વધારે ખપત હોવાના કારણે ઓક્સિજન સંચાલકો પણ દુવિધામાં મુકાયા છે. એવા સમયે જામનગરમાં રિયાલિટી ચેક દરમિયાન ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. જેના કારણે કોરોનાના દર્દીઓ ભારે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details