- તારક મહેતા ફેમ મૂનમુન દત્તાની જાતિગત ટિપ્પણી બાદ વાલ્મિકી સમાજમાં રોષ
- વાલ્મિકી સમાજે કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આપ્યું આવેદનપત્ર
- જામનગર વાલ્મિકી સમાજે એટ્રોસીટી દાખલ કરવાની કરી માગ
જામનગર : તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અભિનેત્રી તરીકે રોલ ભજવતી બબીતા નામનું કેરેક્ટર નિભાવતી મુનમુન દતાએ અનુસુચિત જાતિમાં આવતા વાલ્મિીકી સમાજ વિરૂદ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં વસતી વાલ્મીકી સમાજનું ઘોર અપમાન કર્યું છે. ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરી SC ST ACTના કાયદાનો ભંગ કર્યો છે. આ શબ્દ જાણીજોઈને પ્રયોગ કર્યો છે. જેથી તેની સામે અનુસુચિત જાતિ અત્યાચાર નિવારણ ધારાની કલમ સહિત નવા એમેડમેટ સુધારાણા અધિનિયમ 2015ની જોગવાઈઓ તથા IPCની વિવિધ કલમો તેમજ IT ACT SECTION 66, 153 (A), 205, IPCની કલમો દાખલ કરી FIR દાખલ કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો -21મી સદીમાં શિક્ષકને લાગે છે આભડછેટ, વીડિયો વાયરલ