જામનગરમાં એસટીના ખાનગીકરણનો વિરોધ, મજદૂર સંઘે આપ્યું આવેદનપત્ર
સત્તા વિકેન્દ્રીકરણના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી સાહસોને આઉટસોર્સ કરે છે તેમાં એસટી નિગમના ભણકારા પણ વાગી રહ્યાં છે. ત્યારે એસટી નિગમના ખાનગીકરણની પહેલનો વિરોધ વ્યક્ત કરતાં મજદૂર સંઘ દ્વારા જામનગરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યું હતું.
જામનગરમાં એસટીના ખાનગીકરણનો વિરોધ, મજદૂર સંઘે આપ્યું આવેદનપત્ર
જામનગરઃ રાજ્યમાં એસ.ટી.નિગમનું ખાનગીકરણ કરવાાની જે પહેલ ચાલી રહી છે તેના વિરોધમાં આજરોજ જામનગરમાં મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.જોકે અગાઉ પણ એસટી નિગમના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં લેખિત તેમ જ મૌખિક રજૂઆતો કરી હતી. આજરોજ અન્ય મજદૂર સંઘના આગેવાનો પણ આવેદનપત્ર આપવામાં જોડાયાં હતાં અને જણાવ્યું કે એસટીનું ખાનગીકરણ તથા અનેક કર્મચારીઓને મુશ્કેલીમાં મૂકશે.