- ઓનલાઈન ફોર્મ તારીખ 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરાશે
- અનાથ, બાળ મજૂર સહિતના બાળકોને પ્રવેશમા પ્રાથમિકતા
- ફોર્મ ચકાસણી અને નામંજુર કરવાની સમય મર્યાદા 6થી 10 જુલાઈ રખાઈ
જામનગર: જિલ્લા સહિત રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ (Online Education) ચાલુ થઈ ગયા બાદ હવે રાજ્ય સરકારે ગરીબ અને વંચિત બાળકો માટે ખાનગી શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ((Right to Education Act) હેઠળની પ્રક્રિયાની જાહેરાત કરી છે. રાજ્યમાં RTE હેઠળ પ્રવેશના ઓનલાઈન ફોર્મ (Online Form) તારીખ 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે. આ પ્રવેસ પ્રક્રિયામાં અનાથ, બાળ મજૂર સહિતના બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
RTEને લઈને મોટી જાહેરાત: 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ આ પણ વાંચો:Survey of Saurashtra University: વાલીઓને કોરોના કાળમાં સરકારી શાળાઓ પર વિશ્વાસ બેઠો
ડોક્યુમેન્ટ એકઠા કરવા વાલીઓને 24 જૂન સુધીનો સમય
ઉલ્લેખનીય છે કે, બાળકોના પ્રવેશ અંગેના દસ્તાવેજો એકઠા કરવા માટે વાલીઓને 21 થી 24 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી અને નામંજુર કરવાની સમય મર્યાદા તારીખ 6થી 10 જુલાઈ રાખવામાં આવી છે. ત્યારે, પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 જુલાઈના દિવસે જાહેર કરવામાં આવશે. RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં, અનાથ, વંચિત, બાળમજૂર, સ્થળાંતરીતના બાળકો ,મદ બુદ્ધિ કે સેરેબ્રલપાલ્સી ધરાવતા બાળકો સહિત લશ્કરી જવાનના અને પોલીસ દળના જવાનોના બાળકો સહિત અલગ અલગ 13 કેટેગરી રાખવામાં આવી છે.
RTEને લઈને મોટી જાહેરાત: 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ આ પણ વાંચો:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી, RTEમાં પ્રવેશ બાદ વિદ્યાર્થીઓના એડમિશન કર્યા રદ્દ
જામનગરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ સેન્ટર શરૂ કર્યું
રાજ્ય સરકારે જે પ્રકારે RTE પ્રક્રિયામાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. ત્યારે, જામનગર શહેરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં વાલીઓ પોતાના બાળકોના ફોર્મ ભરવા માટેના યોગ્ય ડોક્યુમેન્ટ સબમીટ કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.