- ઈન્જેકશન મામલે વધુ એક ડૉકટરની ધરપકડ
- જામનગરની જીજી હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયાની ધરપકડ
- એક ઇનજેક્શન 8 હજારમાં વેચ્યું હોવાનું બહાર આવ્યું
અમદાવાદ: જિલ્લાના સોલા માંથી અગાઉ જય શાહ નામના યુવક પાસેથી 6 રેમડેસીવીર ઈન્જકેશન સાથે ધરપકડ કરવા માં આવી હતી, જેની પૂછ પરછ કરતા સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને કીર્તિ દવે અને જુહાપુરાની રુહી પઠાણનું નામ બહાર આવ્યું હતું.
અમદાવાદ-સુરતથી તપાસ જામનગર પહોંચી
રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારીના કેસની તપાસ કરતા પોલીસના હાથે સુરતના બે MBBS ડોક્ટર અને એક અમદાવાદની મહિલા નર્સની ધરપકડ થઈ ચુકી છે . તમામ આરોપી રેમડેસીવીર ઈન્જેકશન બજાર કિમંત કરતા ઉંચા ભાવે વેચતા હોવાનુ સામે આવ્યુ હતું . જેની તપાસ અમદાવાદ થી સુરત અને હવે જામનગર સુધી પહોંચી છે. જામનગરની જીજી હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયાની ધરપકડ કરી છે. આરોપી ડોક્ટર ધીરેનની પૂછ રછ કરી તો જાણવા મળ્યું હતું કે ચાર ઇન્જેક્શન ડૉ ધીરેનએ સુરતના ડૉ કીર્તિને આપ્યા હતા.
આ પણ વાંચો : ઇંદોરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં ગુજરાતનું કનેક્શન, 6ની ધરપકડ
એક ઇન્જેક્શન 8 હજારમાં વેચ્યું
જેમાં આરોપી કીર્તિ અને ડૉ. ધીરેન બને સાથે ભણતા હતા ત્યારની ઓળખાણ હતી.જામનગરની જીજી હોસ્પિટલ માં અભ્યાસ કરતા આરોપી ડોક્ટર ધીરેન બાલદાણીયાએ આ એક ઇન્જેક્શન ડોક્ટર કીર્તિ દવેને 8 હજાર માં વેચાય્યું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. સોલા પોલીસે જામનગર તંત્રનો પણ સંપર્ક કરી જામનગરમાં વધુ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે કરોના કાળમાં ડોક્ટર એ ભગવાન માનવા આવી રહયા છે એ જ ડોક્ટર ઈન્જેક્શનની કાળા બજારી કરી ફાયદો ઉઠાવી રહયા છે.