ગુજરાત

gujarat

ETV Bharat / city

ભૂમાફિયા જયેશ પટેલ અને તેના ત્રણ સાગરીતો સામે નોંધાયો વધુ એક ગુનો

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો હતો. જો કે જયેશ પટેલની પોલીસે અટકાયત કરી લીધી છે. લંડન પોલીસે જયેશ પટેલને નકલી પાસપોર્ટ કેસમાં અટકાયત કરી છે.

ભૂમાફિયા જયેશ પટેલ અને તેના ત્રણ સાગરીતો સામે નોંધાયો વધુ એક ગુનો
ભૂમાફિયા જયેશ પટેલ અને તેના ત્રણ સાગરીતો સામે નોંધાયો વધુ એક ગુનો

By

Published : Mar 31, 2021, 2:58 PM IST

  • કિરીટ જોશીના હત્યારાઓને જામનગર પોલીસે કોલકત્તાથી ઝડપી પાડ્યા
  • નકલી પાસપોર્ટ કેસમાં જામનગર પોલીસે નોંધ્યો ગુનો
  • કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

જામનગરઃ જયેશ પટેલની લંડનમાં અટકાયત કરવામાં આવી છે. સાથે વકીલ કિરીટ જોશીના હત્યારાઓને પણ જામનગર પોલીસે કોલકત્તાથી ઝડપી પાડ્યા છે અને 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જામનગર પોલીસે કોલકાતાથી ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક આરોપીને નેપાળ લઈ જઈને તપાસ શરૂ કરી હતી. વકીલ કિરીટ જોશીની હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ ચાર દેશ અને સાત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા.

આ પણ વાંચો:કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલને લંડન પોલીસે ઝડપી પાડ્યો

4 દેશ અને 7 રાજ્યમાં આરોપીઓ ફર્યા

જામનગર પોલીસે રિમાન્ડની કોર્ટમાં માંગણી કરી હતી અને કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અનેક ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ છે, ગુજરાત ઉપરાંત અન્ય કયાં કયાં રાજ્યમાં ત્રણ સાગરીતો રોકાયા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

DySP કૃણાલ દેસાઈ બન્યા ફરિયાદી

નકલી પાસપોર્ટ કેસમાં જામનગર પોલીસે જયેશ પટેલ અને તેના ત્રણ સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદી ખુદ DySP કૃણાલ દેસાઈ બન્યા છે.

આ પણ વાંચો:જામનગરનો કુખ્યાત ગુંડો જયેશ પટેલ બ્રિટનમાં છે, જયેશને સોંપવા બ્રિટનને કરાઈ રજૂઆત

ABOUT THE AUTHOR

...view details