જામનગર : NSUI (National Students' Union of India) અને યુથ કોંગ્રેસ દ્વારા ટ્યુશન ક્લાસીસની બાજુમાં જે પ્રકારે આગની ઘટના બની છે. તેવી ઘટનાઓને લઈ ફાયરના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. જામનગર શહેરમાં મોટા ભાગની સ્કૂલ અને કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી આગની ઘટનાઓ બને તેવી શક્યતાઓ છે.
જામનગરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ફાયર ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર - Jamnagar update news
સુરત શહેરમાં બનેલી આગની ઘટનામાં નિર્દોષ બાળકોનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. સુરત કોર્પોરેશનની બેદરકારી સામે આવી હતી. ત્યારે જામનગર શહેરમાં થોડા દિવસો પહેલા ટ્યુશન કલાસીસમાં આગ લાગી હતી. પરંતુ સમય સુચકતા વાપરીને વિદ્યાર્થીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. જેને ગંભીરતાથી લઈ જામનગરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ફાયર ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું હતું.
![જામનગરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ફાયર ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6293193-thumbnail-3x2-das.jpg)
etv bharat
ફાયર ચીફ ઓફિસરને અપાયું આવેદન પત્ર
જામનગર NSUI દ્વારા શહેરની તમામ સ્કૂલ અને કોલેજમાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી ફરજીયાત કરવાની માગ કરવામાં આવી છે. જામનગરની રાધે ક્રિષ્ના એવન્યુમાં ભીષણ આગ લાગતાં ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો બચાવ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં સુરત જેવી ઘટના બનતા અટકી હતી, ત્યારે NSUI દ્વારા જામનગરમાં સુરત જેવી ઘટના ન બને તે પહેલાં તમામ સ્કુલ અને કોલેજો તેમજ ટ્યુશન ક્લાસીસમાં ફરજિયાત ફાયર સેફ્ટીના સાધનો અને એન.ઓ.સીની માગ કરવામાં આવી છે.
Last Updated : Mar 4, 2020, 7:12 PM IST