જામનગર: રાજ્યની સ્કૂલો હજી સુધી બંધ હોવા છતા પણ શાળા- સંચાલકો દ્વારા ફી ઉઘરાવવામાં આવી રહી છે જેનો NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. શહેરના DKV સર્કલ પર મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.
જામનગરના DKV સર્કલ પર સ્કૂલ ફી મુદ્દે NSUIનો હોબાળો, 10ની અટકાયત - nsui workers booked
જામનગરમાં સોમવારે સ્કૂલ ફી મામલે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં DKV સર્કલ પર એકઠા થયા હતા અને રસ્તા પર પસાર થઇ રહેલા વાહનોને અટકાવી ચક્કાજામ કર્યો હતો. ઘટનાને પગલે DKV સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સ્કૂલ ફી મામલે જામનગરમાં DKV સર્કલ પર NSUIએ કર્યો ચક્કાજામ
NSUI એ માગ કરી છે કે જ્યાં સુધી સ્કૂલો શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ જાતની ફી આપવામાં નહિ આવે. પ્રદર્શન માટે કાર્યકરોએ DKV સર્કલ પરથી પસાર થતા તમામ વાહનો અટકાવ્યા હતા જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી.