- સરકારે કોરોનાના કારણે સ્કૂલ અને ખાનગી ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યા છે
- જામનગરમાં સરકારના આદેશ પછી પણ કેટલાક ખાનગી ટ્યુશનમાં ચાલુ હતા ક્લાસ
- કોરોનાની આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભેગા ન કરવા NSUIએ અપીલ કરી
કોરોનાની આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભેગા ન કરવા NSUIએ અપીલ કરી આ પણ વાંચોઃપોરબંદરમાં NSUIએ તિલક હોળી મનાવી પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ ભર્યા
જામનગરઃ શહેરમાં કેટલાક ખાનગી ટ્યુશન ક્લાસ હજી પણ ચાલુ હોવાથી NSUIના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ ટ્યુશન ક્લાસ બંધ કરાવવા પહોંચ્યા હતા. NSUIએ સવાલ ઉઠાવ્યો હતો કે, આવા સમયમાં સ્કૂલો બંધ છે તો ટ્યુશન ક્લાસીસ કેમ શરૂ છે?
આ પણ વાંચોઃસૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં એડમિશન પ્રક્રિયામાં ગેરરીતી આચરાતી હોવાના NSUIના આક્ષેપો
નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ બંધ કરવાની ખાતરી અપાઈ
જામનગરમાં DKV કોલેજ સામે આવેલા ક્રોસ રોડ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા MEDIIT નામના ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા હોવાની માહિતી NSUIને મળી હતી. એટલે NSUIએ કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફ ખાન પઠાણ અને NSUIના પ્રમુખ માહિપાલસિંહ જાડેજાએ કલાસની મુલાકાત લઈને ટ્યુશન કલાસના સંચાલકને કોરોનાની વકરતી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભેગા ન કરવા વિનંતી કરી હતી. આ વિનંતીને માન્ય રાખી ટ્યુશન ક્લાસ બંધ કરીને નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ક્લાસ ન ખોલવાની ખાતરી આપી હતી.