- મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા દ્વારા દર્દીઓની સારવાર
- નિસ્વાર્થ ભાવે જૈન સાધુ મુનિઓની પણ સેવા કરી કમાય છે પુણ્ય
- કોવિડ હોસ્પિટલમાં મેડિસન, પલ્મોનોલોજી, એનેસ્થેસિયા વિભાગ દ્વારા થાય છે દર્દીઓની સારવાર
જામનગર : જી.જી.હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને પ્રોફેસર ડો. મનીષ મહેતા કહે છે કે કોવિલ હોસ્પિટલમાં સારવારની મુખ્ય જવાબદારી મેડિસીન વિભાગ ઉપર હોય છે. જી.જી. કોવિડ હોસ્પિટલ અત્યારે જે 9 માળની બિલ્ડીંગ છે તે બિલ્ડીંગ બે વર્ષ પહેલા નવી બની હતી. ત્યાં મેડિસીન વિભાગ બેસતો હતો. પરંતુ માર્ચ 2020થી કોરોનાની મહામારી શરૂ થતાં અમારા મેડિસિન વિભાગ તે બિલ્ડીંગ ખાલી કરીને જૂની બિલ્ડીંગમાં આવી ગયો હતો. આ નવા બિલ્ડીંગને અઠવાડિયામાં જ 720 બેડની પથારી ધરાવતી કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી હતી.
• જી જી હોસ્પિટલના ડૉક્ટર્સની કોવિડકાળમાં ઉમદા કામગીરી
જોકે આગળ જતાં 1200 બેડની વિશાળ કોવિડ હોસ્પિટલ પણ બની ગઈ છે. દરેક બેડ ઉપર ઓકિસજન મશીન, સકશન મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. મેડીસીન , મેનપાવર ઓવરનાઇટ કરે તેવી વ્યવસ્થાઓ સત્વરે ઉભી કરાઇ હતી.
• કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક ડોકટર્સ બન્યાં કોરોનાગ્રસ્ત
જી.જી.હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2020માં સૌથી વધુ 600 દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ હતા . આંકડો વધે તો દર્દીઓને સારવાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ન પડે તે માટેે મુખ્યપ્રધાન વિજયઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલના સહયોગથી 720માંથી 1200 બેડ સુધીની સુવિધા વધારી દેવામાં આવી હતી , જેથી દર્દીઓની સારવારમાં મુશ્કેલી ન પડે , કોવિડ બેડનો વ્યાપ વધારવા હોસ્પિટલ પાસે ક્ષમતા હતી એટલે આરોગ્ય વિભાગની મંજૂરીથી નવી બિલ્ડીંગમાં 720 બેડ , સર્જરી વિભાગનું રિનોવેશન થતાં ત્યાં 232 બેડ ( આઈ.સી.યુ . સાથે ) અને જૂના બિલ્ડીંગમાં 120 બેડ કોવિડની સારવાર માટે ફાળવી દેવામાં આવ્યાં હતાં. આમ કુલ ચાર બિલ્ડીંગોમાં કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે. ડો. મનીષ મહેતાના જણાવ્યાનુસાર સાત લાખની વસતી ધરાવતાં જામનગર શહેરમાં હાલમાં 150 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર માટે આવી રહ્યાં છે. જેમાંથી સરેરાશ 20થી 25 દર્દીઓ દરરોજ એડમિટ થતા હોય છે. જે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનું દર્શાવે છે.
• જી જી હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ છે કાર્યરત
ડો . મહેતા વધુમાં કહે છે કે કોવિડ હોસ્પિટલ 24 કલાક ત્રણ શિફ્ટમાં કાર્યરત હોય છે . માર્ચ 2020થી આજ દિન સુધી હોસ્પિટલના કોઇ પણ ડોકટર્સ અને રેસિડન્ટ ડોકટર્સએ દિવાળી કે ઉનાળુ વેકેશનની રજા તો નથી જ લીધી . પરંતુ પરચુરણ રજા પણ નથી લીધી . અમારી ટીમ દિવસ રાત દર્દીઓની સેવા માટે જહેમત ઉઠાવી રહી છે . કોવિડ હોસ્પિટલના સહાયક વહીવટી અધિક્ષક અને સર્જરી વિભાગના ડો . અમરીશ મહેતા કહે છે કે મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા અમારા શિક્ષક રહી ચૂકયા છે. તેઓ દ્વારા દર્દીઓની સારવાર ઉપરાંત નિસ્વાર્થ ભાવે જૈન સાધુ મુનિઓની પણ સેવા કરી પુણ્ય કમાવામાં આવી રહ્યું છે . મેડિસીનના જ સિનિયર ડો . મેહઝબીન હિરાણી કહે છે કે અમારા વિભાગના વડા ડો.મનીષ મહેતાના માર્ગદર્શન અને સહકારથી તમામ તબીબો ભાઇચારાના ભાવ સાથે એકબીજાના સંકલનમાં રહીને કોવિડ અને નોન કોવિડના દર્દીઓની સેવા કરી રહ્યા છીએ.
- કોવિડ દર્દીની સારવારમાં આ ત્રણ વિભાગની મોટી જવાબદારી