ગુજરાત

gujarat

ETV Bharat / city

આવતીકાલે જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિન કાર્યક્રમ રહેશે બંધ - કોવિડ વેક્સિનેશન

બુધવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ બંધ રહેશે. આવતીકાલે જિલ્લામાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે જેના ઉપલક્ષ્યમાં કોવિડની રસી નહીં આપવામાં આવે.

આવતીકાલે જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિન કાર્યક્રમ રહેશે બંધ
આવતીકાલે જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિન કાર્યક્રમ રહેશે બંધ

By

Published : Jul 6, 2021, 10:34 PM IST

  • બુધવારે નહીં યોજાય વેક્સિનેશન કાર્યક્રમ
  • મમતા દિવસની થશે ઉજવણી
  • વેક્સિનના અપૂરતા જથ્થાની પણ ચર્ચા

જામનગર:એક તરફ સરકાર વેક્સિનેશનનું મહાભિયાન ચલાવી રહી છે અને આવતીકાલે સમગ્ર રાજ્યમાં રસીકરણ બંધ રાખવાનો સરકાર દ્રારા નિણર્ય લેવામાં આવ્યો છે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણના કાર્યક્રમો હોવાથી આવતીકાલે જામનગર અને દ્વારકામાં પણ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. બીજી બાજુ રાજ્યમાં વેક્સીનનો પુરતો સ્ટોક પણ ન હોવાથી કામગીરી બંધ રાખવામાં આવી છે.

જામનગર જિલ્લામાં 60 ટકા લોકોએ વેક્સિન લીધી
સરકાર દ્વારા દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. પ્રત્યેક માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતૃબાળ કાર્યક્રમ રાજ્યમાં અમલમાં મુકવામાં આવ્યો છે. તેમજ સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે. માટે વેક્સિનેશનનો કાર્યક્રમ બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

18 જેટલા સેન્ટર આવતીકાલે બંધ રહેશે
મમતા દિવસની ઉજવણી કરવાની હોવાથી દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આવતીકાલે સમગ્ર રાજ્યમાં રસિકરણ બંધ રહેશે. એક તરફ રસીની અછત વચ્ચે જામનગરના નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે અને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે ત્યારે જામનગર અને દ્રારકા સહીત સમગ્ર રાજ્યમાં આવતીકાલે રસીકરણ બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details