જામનગરઃ જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીનભાઈ સફિયાના ભાઈ ફિરોજભાઈ ઓસમાણ સફિયા શનિવારે રાત્રિના ગઢકડા ગ્રામ પંચાયતની ઑફિસમાં ખેડૂતોના પાક વિમાના ફોર્મ ભરી રહ્યા હતા. તે દરમિયાન બાઇકમાં બે શખ્સોએ ઈસ્માઈલભાઈ જૂસબભાઈ સફિયા ઉપર ગોળીના બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા. જેમાં ઈસ્માઈલભાઈને પગમાં છરા વાગ્યા હતા અને સારવાર લેવી પડી હતી. સમગ્ર બનાવ અંગે સરપંચના ભાઈ ફિરોઝ સફિયા દ્વારા બે અજ્ઞાત શખ્સો સામે ફાયરિંગ કરાયાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ બનાવમાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી જામનગર ગ્રામ્યના DySP જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ એમ.જે. જલુ સહિતના સ્ટાફે ઉંડાણપૂર્વકની તપાસ દરમિયાન પોલીસને કેટલીક શંકાઓ ગઈ હતી અને બનાવના સ્થળે તેમજ આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ ફરિયાદી ફિરોજ ભાઈની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા ઉપરોક્ત ફરિયાદ બોગસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ગઢકડા ફાયરિંગ કેસમાં નવો ખુલાસો આ પ્રકરણમાં ફરિયાદી ફિરોઝના ભાઇ યાસીન કે જેની આજથી છ મહિના પહેલાં હત્યા નીપજાવાઇ હતી. જે પ્રકરણમાં પોલીસ દ્વારા અગાઉ 9 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જ્યારે તેમણે વધુ એક 10માં વ્યક્તિ અસરફ સફિયાનું પણ નામ આપ્યું હતું. પરંતુ પોલીસે તપાસ કરી હતી જેમાં તેની હાજરી જણાતી ન હતી અને કોઈ પૂરાવો ન હોવાના કારણે હાઇકોર્ટ દ્વારા પણ આ પ્રકરણમાં તેને મુક્ત રખાયો હતો. જેથી દસમા વ્યક્તિ અશરફનેને પણ સંડોવવાના ભાગરૂપે ફાયરિંગ કરાયું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.ફરિયાદી ફિરોજ અને ઈસ્માઈલભાઈ બંન્ને ગ્રામ પંચાયતની ઑફિસમાં બેઠા હતા ત્યારે તેના દ્વારા જ ભાડૂતી માણસો રોકવામાં આવ્યા હતા. જે ગઢકડા ગામના જ અયૂબ યુસુફ સફિયા અને હાજી વલીમામદ સફિયા નામના બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને પોતાની પાસે રહેલા તમંચાથી ફાયરિંગ કર્યું હતું. જે ફાયરિંગના છરા ઈસ્માઈલભાઈને લાગ્યા હતા અને તેઓને સારવાર લેવી પડી હતી. પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે ભાંડો ફૂટયો છે અને પોલીસ દ્વારા ફરિયાદ કરનારા ફિરોજ ઓસમાણ સફિયા અને ફાયરિંગ કરનાર અયુબ યુસુફ સફિયા તેમજ હાજી ઉર્ફે શાહરૂખ સફિયા સામે ગુનો નોંધ્યો છે. હાલ આ ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત અયુબ સફિયા પાસેથી બનાવમાટે ઉપયોગમાં લેવાયેલી એક બંદૂક, છરા અને ગનનો પાવડર પણ કબ્જે કરવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે, ફરિયાદી ફિરોજ એ ફાયરિંગ કરનાર બે શખ્સો અયુબ તેમજ હાજીને રૂપિયા 60 હજારની સોપારી આપી હતી. જેમાં અયુબ સફિયા ને 40 હજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે હાજીને વીસ હજાર રૂપિયા આપ્યા હતા. જે રોકડ રકમ પણ પોલીસે કબ્જે કરી લીધી છે. આ સમગ્ર બનાવે નાના એવા ગઢકડા ગામમાં ભારે ચકચાર જગાવી છે.