• હરાજીમાં પહેલા દિવસે 20 કિલો અજમાના રૂપિયા 3301 થી 4001 ભાવ
• હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક
• 7689 મણ કપાસની આવક
• નવી મગફળી વેચવા યાર્ડની બહાર 200 વાહનોની લાંબી લાઈનો
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાંથી અજમાના નવા ભાવ બહાર પડ્યા, મગફળીની 20,000 ગુણીની આવક - auction of caraway seeds
સમગ્ર ગુજરાતમાં અજમાનું મુખ્ય માર્કેટ ગણાતા જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે સીઝનમાં કુલ 1 લાખ ગુણી અજમાની આવક થઇ હતી. હરાજીમાં અજમાનો ભાવ રૂ.2400 થી 3750 રહ્યો હતો. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં અજમાની રેકોર્ડબ્રેક આવક અને ભાવનો આશાવાદ ખેડૂતોએ વ્યકત કર્યો છે.
વાહનોની લાંબી લાઈનો લાગી
નવી મગફળી વેચવા યાર્ડની બહાર 200 વાહનોની કતાર લાગતા 5 કલાકમાં મગફળીની 20,000 ગુણીની આવક થઇ છે. જ્યારે 614 ખેડૂતો આવતા જુદી-જુદી જણસની કુલ 5916 ગુણી આવી છે. જેમાં કપાસની 7689 મણ આવકનો સમાવેશ થાય છે. જામનગર યાર્ડમાં સ્થાનિક ખેડૂતો ઉપરાંત અમરેલી, ભાવનગર, ઉના, મોરબી સહિતના શહેરોમાંથી ખેડૂતો અજમો વેચવા આવે છે. ચાલુ વર્ષે નવા અજમાની આવક શરૂ થઇ હતી. પ્રથમ દિવસે જ 40 મણ અજમાની આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો અજમાના રૂ.3301 થી 4001 નો ભાવ ઉપજયો હતો. જે ગતવર્ષની સીઝન કરતા વધુ છે.