- જામનગરમાં સત્યસાંઈ સ્કૂલ ખાતે NCC કેમ્પનું આયોજન
- 200 વિધાર્થીઓ કેમ્પમાં હાજર
- લોકડાઉન બાદ બીજા કેમ્પનું આયોજન
જામનગર: જામનગરમાં સત્યસાંઈ સ્કૂલ ખાતે આજ બુધવારથી NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. Lockdown બાદ બીજી વખત જામનગરમાં NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પ કુલ 7 દિવસ સુધી ચાલશે.
જામનગરમાં સત્યસાંઈ સ્કૂલ ખાતે NCC કેમ્પનું આયોજન કર્નલ દ્વારા પ્રેરણાદાયી ઉદબોધન
27 ગુજરાત NCC બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનોજકુમાર તથા એડમ ઓફિસર કર્નલ મનીષ મલ્હોત્રાના સુંદર નિર્દેશન હેઠળ આર્મી સ્ટાફની હાજરીમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. NCC કેમ્પમાં ભાગ લીધેલા 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ વિષયની ઝીણવટ ભરી અને કપરી તાલીમ આપવામાં આવેલી છે. કેમ્પની શરૂઆતમાં તમામ કેડેટ્સના સ્ટેટ્સ અને પ્રેરણાદાયી ઉદબોધન કર્નલ દ્વારા સવારે 11 વાગ્યે આપવામાં આવ્યું હતું.
કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ કરવામાં આવી રહ્યું છે પાલન
આ કેમ્પમાં સરકારની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે. બધા જ કેડેટ્સના કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે તેમજ સોશિયલ distance અને માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા છે.