ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના NCC કેડેટે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં યોજાયેલી પરેડમાં ભાગ લઈ ગુજરાતનું ગૌરવ વધાર્યું - પીએમ હાઉસ

26મી જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરનું કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાહુલ ટંકારિયા એનસીસી કેડેટ્સ છે અને તેઓએ પરેડમાં ભાગ લીધો હતો.

જામનગરના NCC કેડેટે દિલ્હીની પ્રજાસત્તાક દિવસે યોજાયેલી પરેડમાં ભાગ લઈ ગુજરાતનું ગૌરવ વધાર્યું
જામનગરના NCC કેડેટે દિલ્હીની પ્રજાસત્તાક દિવસે યોજાયેલી પરેડમાં ભાગ લઈ ગુજરાતનું ગૌરવ વધાર્યું

By

Published : Feb 2, 2021, 12:08 PM IST

  • જામનગરના NCC કેડેટ્સ રાહુલ ટકારીયાએ દિલ્હીમાં યોજાયેલા પ્રજાસત્તાક દિવસે પરેડમાં લીધો ભાગ
  • પીએમ નિવાસસ્થાન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં લીધો ભાગ
  • દિલ્હી ખાતે યોજાયેલા રિપબ્લીક ડે પરેડમાં જામનગરના વિદ્યાર્થી રાહુલ ટકારીયાને સ્થાન મળ્યું હતું
  • પીએમ હાઉસમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર ગુજરાતના એકમાત્ર એનસીસી કેડેટ્સ

જામનગરઃ 26મી જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાહુલ ટંકારિયા એનસીસી કેડેટ્સ છે અને તેઓએ પરેડમાં ભાગ લીધો હતો.

દિલ્હી ખાતે યોજાયેલ રિપબ્લીક ડે પરેડમાં જામનગરના વિદ્યાર્થી રાહુલ ટકારીયાને સ્થાન મળ્યું હતું

હરિયા કોલેજના વિદ્યાર્થીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

હરિયા કોલેજના વિદ્યાર્થી જામનગર તેમ જ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજ રોજ કોલેજમાં તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાહુલ ટંકારિયાના માતાપિતા તેમ જ કોલેજના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.

ઈટીવી ભારતે રાહુલ કટારીયા સાથે કરી વાતચીત

ETV ભારત સાથેની વાતચીતમાં રાહુલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પણ તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 26મી જાન્યુઆરીએ રિપબ્લિક ડે નિમિત્તે પરેડમાં જોડાઈ ગુજરાત જામનગરનું ગૌરવ વધાર્યું છે.

ABOUT THE AUTHOR

...view details