- જામનગર જિલ્લા જેલ બહાર હત્યાનું કાવતરું નિષ્ફળ
- પોલીસે પાંચને હથિયાર સાથે દબોચી લીધા
- જિલ્લા પોલીસની કુનેહ અને સમય સૂચકતાને પગલે મોટો હુમલો કે હત્યાંકાંડ અટક્યો
જામનગરઃ જિલ્લો ગુનાખોરીમા સતત ઉંચા ક્રમે પહોંચતો જાય છે, નાની નાની બાબતોમાં મારકૂટથી લઈને હત્યાં સુધી પહોંચી જાય છે. જામનગરની ગુના ખોરીની વાત ગાંધીનગરથી લઈને છેક દિલ્હી પીએમઓ સુધી પહોંચતા હાલ જામનગર જિલ્લા પોલીસ વડાને જિલ્લામાં ગુનાખોરી કાબુમાં લેવા માટે ખાસ મિશન માટે મુક્યા છે. ત્યારે મોટા લેવલની ગુના ખોરી મહંદઅંશે મોકૂફ થઇ ગઈ છે, પણ નાના લેવલની ગુનાખોરી પર હજી જોઈએ તેટલો કાબુ આવ્યો નથી. જોકે, ગુરૂવારે જામનગર જિલ્લા પોલીસની કુનેહ અને સમય સૂચકતાને પગલે મોટો હુમલો કે હત્યાંકાંડ થતો રહી ગયો છે.
જામનગર જિલ્લા જેલ બહાર હત્યાનું કાવતરું નિષ્ફળ જાનથી મારી નાખવા ધમકી આપીને ફરિયાદીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી
બનાવની પોલીસ દફ્તરેથી મળતી વિગત મુજબ ગઈ તારિખ 14/10/ના રોજ ફરિયાદી હાજી હમીરભાઇ ખફી પર આરોપી અશ્વિન વસરા અને અન્ય ઈસમોએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચીને સાહેદને જાનથી મારી નાખવા ધમકી આપીને ફરિયાદીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જે અંગે જામનગર સીટી સી ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો.
જામનગર જિલ્લા જેલ બહાર હત્યાનું કાવતરું નિષ્ફળ
6 ઈસમો નાસી છૂટ્યા હતા
જે ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકી તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય અને રાજભા ચતુરસિંહ સોલંકી તા.13-01ના જામનગર કોર્ટનાં હુકમ મુજબ જામનગર જેલ ખાતેથી જામીન પર મુક્ત થનાર હોય જેની સામે તાજેતરની જૂની અદાવતમાં હાજી હમીરભાઈ ખફીએ પોતાના માણસોને દેશી તમચો, મોટી તલવાર જેવો છરો, કુહાડી, ધારીયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે જામીન પર મુક્ત થતા ઉપર મુજબના ત્રણેય ઈસમોને જાનથી મારી નાખવાના ઇરાદે એકઠા થયા હોવા અંગેની ગુપ્ત માહિતી જામનગર એલ. સી. બી.પોલીસ કર્મચારીને મળતા સમયસૂચકતા વાપરી જામનગર જિલ્લા જેલ ખાતે તાકીદે દોડી જઈને ઘાતક હથિયારો સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા, જોકે છ ઈસમો નાસી છૂટ્યા હતા.
જામનગર જિલ્લા જેલ બહાર હત્યાનું કાવતરું નિષ્ફળ પકડાયેલા આરોપી
- ઇકબાલ બસીરભાઈ સંધી
- આશીફ અલીભાઈ સંધી
- રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જામનગર
- ઐયાજ ઐયુબભાઈ ખફી
- હાજી ઐયુબ ખફી સુમરા
નાસી ગયેલા આરોપી
- હાજી હમીરભાઇ ખફી સુમરા રે. મસીતિયાં જામનગર, સોપારી આપનાર
- શિવા જાડેજા, જામનગર
- રહીમ કાસમ સુમરા, જામનગર
- કિશન કોળી તથા તેની સાથેના બીજા ત્રણ માણસો રેનોલ્ડ કવીડ ગાડી
- ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાઇકલ)
- સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાઠીયો (સ્પલેન્ડર મોટર સાઇકલ)
ઘાતક હથિયાર સાથે ઝડપાયેલ માલમત્તા
- દેશી બનાવટના તમચા- 2 તથા 7 કાર્ટીઝ
- ધારદાર ફરસી - 6
- કુહાડી 1 તથા ધારિયું- 1
- લોખંડની પાઇપ - 1 તથા તલવાર જેવો મોટો છરો- 1
- રોકડ રૂપિયા 18700/- મોબાઈલ - 6, ઇકો કાર -1 મળીને કુલ રૂપિયા 2,66,600/- કબ્જે કરવામાં આવ્યા
આ કામગીરી જામનગર એલ. સી. બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરીની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એમ. દેવમુરારી, આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના કર્મચારીઓએ કરી છે.
જામનગર જિલ્લા જેલ બહાર હત્યાનું કાવતરું નિષ્ફળ