જામનગર: શહેરમાં બુધવારના રોજ વિજરખી પાસે ચાલુ એસટી બસમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ એક શખ્સે અન્ય યુવાનની હત્યા કરી હતી. ચાલુ બસે 40 વર્ષીય પુરુષનું છરીના ઘા ઝીંકી મોત નિપજાવનાર યુવકને લોકોના ટોળાએ ઝડપી લીધા બાદ મેથીપાક આપ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જામનગર વિજરખી હત્યા મામલો: હત્યારાને લોકોએ આપ્યો મેથીપાક, વીડિયો વાયરલ - murder
જામનગરમાં ચાલુ એસટી બસમાં યુવાનની હત્યાની ઘટના બની હતી. વિજરખી રોડ પર ચાલુ બસે બોલાચાલી થતા યુવક પર ચાકુથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ હત્યાને મામલે હત્યારાને લોકોએ માર માર્યો હતો. જેનો એક વીડિયો વાયરલ થયો છે.
મૃતકની ભત્રીજી પણ બસમાં હતી અને કાકાને બચાવવા માટે કાગારોળ કરતી જોવા મળી હતી. પોલીસે આરોપીનો કબજો લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક યુવક કાલાવડ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ અમદાવાદના યુવકે તેનું ઢીમ ઢાળી દીધું હતું.
લોકોએ હત્યારાને ઝડપી પાડયો હતો અને મેથીપાક આપ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે, લોકોએ હત્યારાને ઝડપી અને વીજપોલના થાંભલા સાથે બાંધી દીધો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યારાનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.