- જામનગર કોવિડ હોસ્પિટલની નર્સનો મૃતદેહ મળ્યો
- નર્સનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો
- પ્રેમ પ્રકરણની આશંકા સાથે પોલીસની તપાસ શરુ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીનું નામ સીમા કાંતિભાઈ પાંડાવદરા (ઉ.વ.22) તેમજ મૂળ કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની વતની અને હાલ જામનગરમાં ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું અને તે જ હોસ્ટેલમાં રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
યુવતી 13મી તારીખે થઈ હતી ગુમ
યુવતી તા.13 મીના સહી કરીને બહાર નીકળી હતી. ત્યારપછી તે ગુમ થયા બાદ 14 તારીખે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના કપડાંના વર્ણના આધારે કોવિડ હોસ્પિટલમાં તેની સાથે રહેતી અને ફરજ બજાવતી અન્ય એક યુવતીએ ઓળખ કરી બતાવી હતી અને મેઘપર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચોઃ નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 146 લોકોને બચાવ્યા
મેઘપર પોલીસે શકમંદને દબોચી લીધાં
મૃતક યુવતી તેની બહેનપણીના કપડાં પહેરીને નીકળી હતી. જેથી તેની ઓળખ થઈ ચૂકી હતી. પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ હત્યા પ્રકરણમાં પ્રેમ સંબંધો કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના અનુસંધાને પોલીસે કેટલાંક શકમંદને ઉપાડી લઇ પૂછપરછ શરૂ કરી દીધી છે. નજીકના ભવિષ્યમાં જ હત્યા કેસનો ભેદ ઉકેલાઈ જાય તેવી શકયતા છે. જે સમગ્ર મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.