જામનગર શહેરના કાલાવડ ગેઇટથી શરૂ કરી ગઢની રાંગને સમાંતર ધુવાવ નાકા સુધી 12 મીટર રોડ તથા ધુવાવ નાકાથી વિક્ટોરિયા પુલ સુધી રાજકોટ રોડને જોડતો 18 મીટર ડીપી રોડની અમલવારી કરવા બાબતે સૈધાંતિક મંજૂરી સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
જામનગર: ડીપી કપાત મુદ્દે મનપામાં ધમાલ, સ્થાનિકોની ધારદાર રજૂઆત બાદ ઠરાવ રદ - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
જામનગર: શહેરમાં ડીપી કપાત મુદ્દે વોર્ડ નંબર 12ના રહેવાસીઓએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઓફીસ સામે સુત્રોચાર કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી ડીપી કપાત રદ કરવાની સ્થાનિકોએ માગણી કરી હતી.
જામનગરમાં ડીપી કપાત મુદ્દે મનપામાં ધમાલ
સ્થાનિકોનો આક્ષેપ છે કે, ડીપી કપાત માટે કોઇ સર્વે કરવામાં આવ્યો નથી અને ફક્ત ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી ભેદભાવ વાળી નીતિ અપનાવીને બદલા કે, વેરની ભાવનાથી ગેરકાયદે રીતે મેયર ડીપી કપાત પાસ કરવા માગે છે. જો કે, બાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ડીપી કપાતનો ઠરાવ રદ કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.