- જામનગરનાં સાંસદને સોંપવામાં આવી મહત્વપૂર્ણ કામગિરી
- તાજેતરમાં તેઓ દિલ્હી ખાતે હોવાથી લોકોએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી
- મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટરી અફેર્સ દ્વારા સોંપવામાં આવી જવાબદારી
સતત બે ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ પૂનમ માડમની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણૂક - gujarati news
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં સતત બે ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ પૂનમ માડમની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તેઓને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવતા તેમની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
જામનગર: તાજેતરમાં જ મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટરી અફેર્સ દ્વારા સાંસદ પૂનમબેન માડમની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણૂક થતા તેમના મત વિસ્તાર સહીત સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી ટેકેદારો, સગા, સ્નેહીઓ, આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વ્યવસાયિકો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ સિવાય 6થી વધુ કમિટીનાં સભ્ય છે
તાજેતરની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીના મેમ્બર તરીકેની નિમણુંક ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ કમીટી ઓન પબ્લીક અંડરટેકીંગ, સ્ટેન્ડીંગ કમીટી ઓન ઇન્ડસ્ટ્રી-સ્ટેન્ડીંગ કમીટી ઓન વુમન એમ્પાવરમેન્ટ, કન્સલ્ટેટીવ કમીટી ઓફ મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન, ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ( એઇમ્સ-રાજકોટ) અને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનનાં મેમ્બર તરીકે મહત્વની જવાબદારીઓ સાંસદ પૂનમબેન માડમ સંભાળી રહ્યા છે.