ગુજરાત

gujarat

ETV Bharat / city

મધર્સ ડે સ્પેશિયલ : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારકીર્દિમાં માતાનો સિંહફાળો - Cricketer Ravindra Jadeja

આજે મધર્સ ડે નિમિત્તે તમામ લોકો પોતાની માતાનું જીવનમાં કેટલું ઉચુ સ્થાન છે અને માતાના કાર્યોને યાદ કરતા હોય છે. ત્યારે જામનગરના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના માતાએ પોતાનો પુત્ર ભારતીય ટીમમાં ક્રિકેટ રમે તેવું એક સપનું જોયું હતું.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારકીર્દિમાં માતાનો સિંહફાળો
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારકીર્દિમાં માતાનો સિંહફાળો

By

Published : May 9, 2021, 4:32 PM IST

  • માતા પોતાના સંતાનોના જીવનમાં પથદર્શક બને છે
  • આજે મધર્સ ડે નિમિત્તે લોકો માતાના કાર્યોને યાદ કરતા હોય છે
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના માતાનું પોતાનો પુત્ર ભારતીય ટીમમાં ક્રિકેટ રમે તેવું એક સપનું જોયું હતું
  • આ સપનાને રવિન્દ્ર જાડેજાએ કર્યું છે સાકાર

જામનગરઃ આજે મધર્સ ડે નિમિત્તે તમામ લોકો પોતાની માતાએ કરેલા કર્યોને યાદ કરતા હોય છે. ત્યારે જામનગરના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના માતાએ પોતાનો પુત્ર ભારતીય ટીમમાં ક્રિકેટ રમે તેવું એક સપનું જોયું હતું. આ સપનાને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પૂર્ણ કર્યુ છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારકીર્દિમાં માતાનો સિંહફાળો

રવિન્દ્ર જાડેજાને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો

નાનપણથી જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ક્રિકેટનો શોખ હતો. તેમના માતાએ કોચિંગથી લઈ તમામ પ્રકારની સગવડો પુત્ર માટે ઊભી કરી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ તેમના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું કે, માતા હમેશા પોતાના સંતાનો જીવનમાં શું કરવા ઈચ્છે છે અને શું કરી શકશે તે સારી રીતે જાણતા હોય છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ મધર્સ ડે : નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની

માતાના સપનાને પુત્રએ કર્યું સાકાર

બે બહેનો અને એક ભાઈનું લાલન-પાલન કરવાની જવાબદારી તેમની માતાએ બખૂબીથી નિભાવી છે. રવિન્દ્ર જાડેજાના માતા હંમેશા પોતાના પુત્રને ભારતીય ટીમમાં રમતા જોવા ઇચ્છતા હતા. ત્યારે 2009માં રવિન્દ્ર જાડેજાનું ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું હતું. જોકે, તે પહેલા રવિન્દ્ર જાડેજાના માતૃશ્રીનું અવસાન થયું હતું. માતાએ જોયેલા સપનાઓને પુત્રએ સાકાર કરી બતાવ્યું છે અને રવિન્દ્ર જાડેજા આજે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ટીમમાં ભારતીય ટીમનો મજબૂત આધાર બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details