ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના જોડિયા તાલુકામાં 7.5 ઈંચ વરસાદ, શહેરમાં પણ ભારે મેઘસાવરી - Gujarat News

જામનગરમાં સપ્તાહ પૂર્વે વરસાદે વેરેલી તારાજીની કળ વળી નથી ત્યાં બારે બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે જામનગર શહેરમાં શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાલુકા મથકે પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હોવાનું સતાવાર રીતે જાહેર થયું છે.

Rain in Jamnagar
Rain in Jamnagar

By

Published : Sep 24, 2021, 5:26 PM IST

  • જામનગરના જોડિયા તાલુકામાં 7.5 ઈંચ વરસાદ
  • શહેરમાં પણ ભારે મેઘસાવરી
  • ફલ્લા નજીકનો કંકાવટી ડેમ ઓવરફલો થતા દરવાજા 0.5 ફૂટ ખોલાયા

જામનગર: જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે જામનગર શહેરમાં શુક્રવારે વહેલી સવારથી મેઘસાવરી આવી પહોંચી હતી. સુસવાટા મારતા પાવનની સાથે સાવરે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં બે કલાકમાં આભની અટારીએથી 2.5 ઇંચ હેત (વરસાદ) વરસી ધરતીને તરબોળ કરી હતી. મુશળધાર વરસાદથી જામનગરના નિચાંણવાળા વિસ્તારોમાં ગોઠણડુંબ પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદ, કેટલાક નીચાંણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

કાલાવડ તાલુકામાં વરસાદનો વિરામ રહ્યો

બીજી બાજુ 24 કલાકમાં જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં 191 mm વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકામાં 63, ધ્રોલ તાલુકામાં 57, લાલપુર તાલુકામા14, જામજોધપુર તાલુકામાં 1 mm વરસાદ વરસ્યો હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. કાલાવડ તાલુકામાં આજે વરસાદનો વિરામ રહ્યો હતો.

આ પણ વાંચો: વલસાડના કપરાડામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા લોકો થયા મજબૂર

બારાડી, હડિયાણા, બેરાજા સહિતના ગામના લોકોને ડેમના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના

ઉપરવાસમાં વરસાદને પગલે જામનગરના ફલ્લા નજીક આવેલો કંકાવટી ડેમ ઓવરફલો થતા ડેમના દરવાજા 0.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી તંત્ર દ્વારા ડેમની નિચાંણમાં આવતા બારાડી, હડિયાણા, બેરાજા સહિતના ગામના લોકોને ડેમના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામા આવી છે.

  • કચ્છ જિલ્લાના નખત્રાણા (nakhatrana kutch bhuj weather) તાલુકામાં 23 સપ્ટેમ્બરે બપોરના 1 કલાકના સમયગાળામાં મેઘરાજા મન મૂકીને વરસતા નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. નખત્રાણામાં બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીના માત્ર 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મેઘ મહેર થતાં નગરની અંદરથી પસાર થતા માર્ગો ઉપર પાણી ફરી વર્યા હતા અને ટ્રાફિક ખોરવાયો હતો.
  • વલસાડ જિલ્લાના બુહુધા આદિવાસી વિસ્તાર ગણવામાં આવતા કપરાડા તાલુકાના ગામોમાં સામાન્ય વરસાદમાં જ મોટા ભાગની નદીઓમાં પૂર આવી જાય છે. ત્યારે નીચાણવાળા બ્રિજ અને કોઝ-વે ઉપર પાણી ફરી વળે છે અને લોકોને જીવના જોખમે તેમાંથી પસાર થવું પડે છે. હાલમાં જ કપરાડા તાલુકાના કરચોંડ ગામમાં એક વૃદ્ધાનું કુદરતી મોત થતા તેમની અંતિમ યાત્રા કોઝ-વે પરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાંથી સ્મશાને લઈ જવી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details