- કોરોના રસીકરણ અંગે જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ જાગૃતિ
- ગ્રામ્ય વિસ્તારના 46 હજારથી વધુ લોકોએ લીધી રસી
- રસી લઈને લોકો કોવિડ-19 સામે બન્યાં સુરક્ષિત
- રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો
જામનગર: જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના રસીકરણ અભિયાન ખાસ ઝૂંબેશના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગયા દિવસોમાં આ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવનું પણ આયોજન હાથ ધરાયું હતું, ત્યારે જિલ્લાના તમામ તાલુકા તથા ગ્રામીણ મથકો પર યોજવામાં આવેલા વેક્સિનેશન કેમ્પને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.
આ પણ વાંચો:ભરૂચ જિલ્લામાં પુરજોશમાં થઇ રહ્યું છે કોરોનાનું રસીકરણ
ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેક્સિન અપાઈ રહી છે...
ગ્રામીણ વિસ્તારના 46 હજારથી પણ વધુ લોકોએ વેક્સિન લીધી હતી અને કોરોના સામે પોતાની જાતને સુરક્ષિત કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં લોકો કોવિડ પ્રતિરોધક રસી લેવા જાગૃત થાય તે માટે આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો, ફિમેલ હેલ્થ વર્કર તથા શિક્ષકો દ્વારા આઇ.ઇ.સી.એક્ટિવિટી, ધાર્મિક સ્થળો તથા જ્ઞાતિની વાડી ખાતે લોકો સાથે બેઠકોનું આયોજન, બહોળો લોકસંપર્ક સહિતના ખાસ જન જાગૃતિ કાર્યક્રમો સતત યોજવામાં આવ્યા હતા.