ગુજરાત

gujarat

ETV Bharat / city

મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું - જામનગરમાં મારુ કંસારા વાડી

જામનગરમાં મારુ કંસારા વાડી પાસે વ્રજભૂષણ વિદ્યાલયમાં 400થી વધુ લોકોના કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. આ સામૂહિક વેક્સિનેશન કેમ્પમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનોએ વધુને વધુ લોકો વેક્સિન લે તેવી અપીલ કરી હતી

મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

By

Published : Mar 27, 2021, 4:22 PM IST

  • જામનગરના વ્રજભૂષણ વિદ્યાલયમાં કોરોના મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો
  • સામૂહિક વેક્સિનેશન કેમ્પમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત
  • ભાજપના નેતાઓએ તમામ લોકોને કોરોના વેક્સિન લેવા કરી અપીલ
ભાજપના નેતાઓએ તમામ લોકોને કોરોના વેક્સિન લેવા કરી અપીલ

આ પણ વાંચોઃસુરતમાં 20 દિવસમાં 10 લાખ લોકોને રસી આપવાનું આયોજન

મોટી સંખ્યામાં વડીલોએ કરાવ્યું વેક્સિનેશન

જામનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે જામનગરમાં પણ શુક્રવારે 44 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનની ઝૂંબેશ પણ ચલાવી રહી છે.

ભાજપના નેતાઓએ તમામ લોકોને કોરોના વેક્સિન લેવા કરી અપીલ

આ પણ વાંચોઃરાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો

સામૂહિક વેક્સિનેશન કેમ્પમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

મોટી સંખ્યામાં વડીલોએ કરાવ્યું વેક્સિનેશન

જામનગર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝન સહિતના લોકોને કોરોના રસી મૂકવામાં આવી રહી છે. શનિવારે નગરસીમ વિસ્તારમાં આવેલા મારું કંસારાની વાડી પાસે આવેલી વૃષણ ભૂષણ વિદ્યાલયમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિનામૂલ્યે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વોર્ડ નંબર- 15 અને 16ના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ભાજપના શહેર મંત્રી પરેશ દોમડીયા 400થી વધુ લોકોને કોરોના રસીકરણ કરાવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જામનગરના વ્રજભૂષણ વિદ્યાલયમાં કોરોના મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો
જામનગરમાં રસીકરણ ઝૂંબેશને મળી રહી છે સફળતા

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત લીધી હતી અને વધુમાં વધુ લોકો કોરોના પ્રતિરોધક વેક્સિન મૂકાવી રસીકરણ ઝૂંબેશમાં સહયોગ આપે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details