- જામનગરમાં નવા ગામ ઘેડ વિસ્તારમાં ધારાસભ્ય વિક્રમ માડમે મતદાન કર્યું
- ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ મતદાન કર્યું
- કોંગ્રેસના કિંગમેકર ગણાતા વિક્રમ માડમે વિશ્વાસ વ્યક્ત કર્યો
જામનગરઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજરોજ મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ગોપાલ કુમાર છાત્રાલયમાં મતદાન કર્યું છે. જામનગર કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. જોકે કોંગ્રેસના કિંગમેકર ગણાતા વિક્રમ માડમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, મહાનગર પાલિકામાં કોંગ્રેસનો સારો દેખાવ આ ચૂંટણીમાં થશે.