- ધ્રોલ શહેર અને તાલુકામાં ક્રાઈમમાં થઈ રહ્યો છે વધારો
- ધારાસભ્ય રાઘવજી પટેલે રાજ્યના ગૃહ પ્રધાન અને જિલ્લા પોલીસ વડાને લખ્યો પત્ર
- અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા કરી રજૂઆત
જામનગરઃ જિલ્લાના ધ્રોલ શહેર અને તાલુકામાં ક્રાઈમ વધી રહ્યો છે, જેને લઈ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.
ધ્રોલમાં અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય રાઘવજી પટેલે પત્ર લખી કરી રજુઆત લોકોનો ભરોસો પોલીસતંત્ર પરથી ઉઠી જાય તેવી સ્થિતિ
ધ્રોલમાં ધોળે દિવસે જાહેર રોડ પર સરાજાહેર હત્યા થઈ રહી છે, બપોરે પતિની હાજરીમાં પતિને મારીને પત્નિ પર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી. તેમજ દારૂ-જુગારની બદીનો હીસાબ નથી, આ સ્થિતિમાં લોકોનો ભરોસો પોલીસતંત્ર પરથી ઉઠી જાય તેવી ધ્રોલ શહેર અને તાલુકાની સ્થિતિ છે.
ધ્રોલ શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃતિ પર અંકુશ આવે, અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવે તથા શહેર અને તાલુકામાં અસામાજિક તત્વોને બદલે કાયદાનું સાશન આવે તેવી કડક કાર્યવાહી હાથ ધરવા ભારપૂર્વક પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.