જામનગર: જામનગરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કોરોના સંક્રમિત મળ્યા હતા.
ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થતા તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આ સાથે ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે લોકોને અપીલ કરી છે કે તેમના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓએ પણ પોતાનો રિપોર્ટ કરાવી લેવો જોઇએ.
જામનગરઃ ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં કરાયાં દાખલ - Raghavji Patel corona positive
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જામનગરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ મળ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કોરોના સંક્રમિત મળ્યા હતા.
રાઘવજી પટેલ
મહત્વનું છે કે, બે ત્રણ દિવસથી તેમને સમાન્ય તાવ અને શરદી હતી. જે બાદ તેમણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.