- ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસ સુધી બંધનું કરાયું હતુ એલાન
- શુક્રવારે પ્રથમ દિવસે બંધને મિશ્ર પ્રતિસાદ
- 5 હજાર દુકાનો બંધ રહેશે તેવી કરાઈ હતી જાહેરાત
જામનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે શુક્રવારથી રવિવાર સુધી એમ ત્રણ દિવસ સુધી બંધનું એલાન કરાયું હતું. જોકે, આજે શુક્રવારે પ્રથમ દિવસે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જામનગરમાં વિવિધ એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. શહેરમાં 5 હજાર દુકાનો બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી રહી હતી.
અમુક વેપારીઓએ શરૂ રાખી દુકાનો