ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર: 'મિશન ઇન્દ્રધનુષ' કાર્યક્રમનો પ્રારંભ, 8 ડિસેમ્બર સુધી સગર્ભા-શિશુઓનું રસીકરણ - જામનગર

જામનગર: શહેરમાં મંગળવારે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં તમામ બાળકોને મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણ તેમજ સગર્ભા મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવશે.

Mission Indradhanush program starts in jamnagar
Mission Indradhanush program starts in jamnagar

By

Published : Dec 3, 2019, 4:39 PM IST

શહેરમાં મંગળવારે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો પ્રારંભ થયો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આશાવર્કર બહેનો દ્વારા ગરીબ બાળકોને મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા.

જામનગર: 'મિશન ઇન્દ્રધનુષ' કાર્યક્રમનો પ્રારંભ, 8 ડિસેમ્બર સુધી સગર્ભા-શિશુઓનું રસીકરણ

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના માતા-પિતા વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં બાળકોનું રસીકરણ તેમજ સગર્ભા મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 8 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં બાળકોનું રસીકરણ અને સગર્ભા મહિલાઓને પોષણ તેમજ સ્વાસ્થયને લગતા પણ સુચનો આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ (global hunger index)માં ભારતનું સ્થાન 117માંથી 102મું છે. આ આકડાં સુધારવા માટે સરકાર મિશન ઇન્દ્રધનુષ જેવા કાર્યક્રમો કરે છે.

ABOUT THE AUTHOR

...view details