ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય પ્રધાન હકુભા જાડેજાએ vaccination camp માં આપી હાજરી, લોકોને વેક્સિન લેવા કરી અપીલ - Minister of State Hakubha jadeja

જામનગરના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર દેશમાં જામનગર જિલ્લો બીજો ડોઝ લેવામાં બીજા ક્રમાંકે છે. ત્યારે સિનિયર સીટીઝન માટે અને યુવાઓ માટે અલગ અલગ જગ્યાએ વેક્સિનેશન પ્રોગ્રામ ( vaccination program) શરૂ કરવામાં આવ્યો છે. આ વચ્ચે જામનગરના એક વેક્સિનેશન સેન્ટર ( Vaccination Centre ) ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.

રાજ્ય પ્રધાન હકુભા જાડેજાએ vaccination camp માં આપી હાજરી, લોકોને વેક્સિન લેવા કરી અપીલ
રાજ્ય પ્રધાન હકુભા જાડેજાએ vaccination camp માં આપી હાજરી, લોકોને વેક્સિન લેવા કરી અપીલ

By

Published : Jun 1, 2021, 4:26 PM IST

  • રાજ્યપ્રધાન હકુભા જાડેજાએ વેક્સિનેશન કેમ્પમાં આપી હાજરી
  • વેક્સિનેશન માટે આવેલા લોકોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા
  • લોકોને વેક્સિન લઈને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા કર્યો અનુરોધ

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા રણજીતસાગર રોડ ઉપર આવેલી જ્ઞાનગંગા સ્કૂલ ખાતે વેક્સિનેશન કેમ્પ ( vaccination camp ) ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને વેક્સિનનો બીજો ડોઝ લઇને વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે વેક્સિન લેવા આવેલા લોકોને માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું.

કોણ કોણ રહ્યું ઉપસ્થિત કાર્યક્રમમાં

આ કાર્યક્રમમાં મેયર બીના કોઠારી, મહામંત્રી વિજસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, કોર્પોરેટર શોભના પઠાણ, હર્ષા બા જાડેજા, જયંતી ગોહિલ, પરેશ દોમડીયા, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, ભરત પરમાર, વિજયસિંહ ચાવડા, ભરતસિંહ ચુડાસમા તથા જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક વિમલ ગઢવી તથા દિવ્યેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details