- લાખોટા તળાવમાં આધેડ વયના વ્યક્તિએ લગાવી મોતની છલાંગ
- 50 વર્ષીય આધેડનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો
- લાખોટા તળાવમાં અવારનવાર બની રહ્યા છે આત્મહત્યાના બનાવો
જામનગરઃ શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેના લાખોટા તળાવમાં શુક્રવારે એક આધેડ વયના વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. લાખોટા તળાવમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. ગત મહિનામાં જ લાખોટા તળાવના બીજા ભાગમાં ચાર વ્યક્તિઓએ તળાવમાં ડૂબીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
લાખોટા તળાવમાં આધેડનું ડૂબી જતાં મોત આધેડનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો
50 વર્ષીય સોમજીભાઈ ગત સાંજે દરેડમાંથી પોતાના સગાને ત્યાં આવ્યા હતા અને સવારે 11 વાગ્યે તેઓ લાપતા થયા હતા. જેથી ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેના તળાવમાં શોધખોળ હાથ ધરતા 50 વર્ષીય આધેડનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.
લાખોટા તળાવમાં આધેડનું ડૂબી જતાં મોત સ્યૂસાઇડ પોઇન્ટ બન્યું લાખોટા તળાવ..?
ETV ભારતે થોડા દિવસો પહેલા લાખોટા તળાવ સ્યૂસાઇડ પોઇન્ટ બન્યું હોવાનો અહેવાલ રજૂ કરાયો હતો અને લોકો અહીં શા માટે સ્યૂસાઇડ કરી રહ્યા છે તે પણ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે હજુ સુધી ફેન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે રખડતા ઢોર પણ તળાવમાં ખાબકતા જોવા મળે છે. ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડ આજુબાજુ રહેતા સ્લેમ એરિયાના લોકો અવારનવાર તળાવમાં ડૂબી જવાના બનાવો પણ બની રહ્યા છે.
આ પણ વાંચોઃ જામનગર મધ્યે આવેલું લાખોટા લેક બન્યું સ્યૂસાઇડ પોઇન્ટ, એક મહિનામાં ચાર વ્યક્તિએ તળાવમાં ડૂબી કરી આત્મહત્યા
જામનગરની મધ્યમાં આવેલું લાખોટા લેક સ્યૂસાઇડ પોઇન્ટ બની ગયું છે. ત્યારે આ લાખોટા લેકમાં એક મહિનામાં ચાર વ્યકિતએ ડૂબીને આત્મહત્યા કરી લીધી છે.