- 13 અને 14 ડિસેમ્બરે ઉલ્કાવર્ષા ખરતી જોવા મળશે
- કોરોના મહામારી હોવાથી જાહેર કાર્યક્રમ રદ કરાયો
- ખુલ્લી જગ્યાએથી સારી રીતે ઉલ્કા વર્ષા નિહાળી શકાશે
જામનગરઃ શહેરમાંં 13 અને 14 ડિસેમ્બરે ઉલ્કા વર્ષા થતી જોવા મળશે. શહેરમાં ખગોળ રસિયાઓ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય તેઓ ટેલિસ્કોપ દ્વારા અગાસી પરથી નજારો માણતા હોય છે. આ ઉલ્કા વર્ષાને પણ ટેલિસ્કોપ વડે જ જોવા મળશે. ઉલ્કાવર્ષાએ સામાન્ય આકાશ દર્શનનો કાર્યક્રમ છે. આ ઉલ્કા વર્ષા મિથુન રાશિના પુરુષ અને પ્રકૃતિ તારા પાસે જોવા મળશે. આ નજારાને ઉલ્કાવર્ષા રાણીનો નજારો કહેવાય છે.
150થી વધુ વર્ષના ગાળા પછી જોવા મળશે ઉલ્કાવર્ષા રાણીનો નજારો
વર્ષ 1862 બાદ આકાશમાં ઉલ્કાવર્ષા રાણીનો નજારો જોવા મળશે. જો કે ખગોળ રસિયાઓ દર વર્ષે ખગોળશાસ્ત્રીઓ દ્વારા જાહેર જનતા જાહેર કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી હોવાથી જાહેર કાર્યક્રમ યોજાશે. આ વર્ષ પોત પોતાના ઘરેથી જ ઉલ્કાવર્ષા જોઈ શકશે. દર વર્ષે 7 થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં જેમિનીડસ ઉલ્કાવર્ષાનો નજારો જોવા મળે છે. ઇન્ટરનેશનલ મેરિયોર સંસ્થાઓ ઉલ્કા વર્ષાની નોંધ રાખે છે.