- લોકોએ ધુળેટીની ઘરમાં ઉજવણી કરી
- હવાઈ ચોક ખાતે સવારે લોકોની ભીડ એકઠી થઈ હતી
- પોલીસે ભીડને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
- વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું
જામગનરઃ રાજ્યમાં છેલ્લા 20 દિવસથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જામનગરમાં પણ રોજના 40 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે સોમવારે ધુળેટીનો તહેવાર હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોની ભીડ એકઠી ન થાય, લોકો ઘરની બહાર નીકળીને ધુળેટીનો તહેવાર ના ઉજવે તે માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. મોટાભાગના લોકોએ પોતાના ઘરે જ ધુળેટીની ઉજવણી કરી હતી. ધુળેટીના પર્વ પર જામનગરમાં મોટાભાગના વેપારીઓએ પણ સ્વયંભુ બંધ પાડયો હતો અને જામનગરમાં હવાઈ ચોક, સુપરમાર્કેટ સહિતની મુખ્ય બજારોમાં દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી.
આ પણ વાંચોઃહોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
વેપારીઓએ ધુળેટી પર્વ પર રાજ્ય સરકારના આદેશને આપ્યું સમર્થન