- સફાઇ કર્મચારી આયોગ સભ્યની અધ્યક્ષતામાં Meeting
- જામનગર કલેક્ટર કચેરીએ યોજાઈ બેઠક
- સફાઈ કર્મચારીઓની સમસ્યાઓ અને ઉત્કર્ષ વિશે વિગતો મેળવાઈ
જામનગર : સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ હેતુ સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે Meeting યોજાઇ હતી. બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યાં હતાં.
અધિકારીઓ- સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શ
છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનના પ્રયત્નોની તેમણે સરાહના કરી હતી. સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, ઓન ડ્યુટી કર્મચારીના મૃત્યુ બાદ પરિવારજનને વારસાઇ વગેરે બાબતો અંગેની સફાઈકર્મીઓની રજૂઆતો Meeting દરમિયાન અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા