- જામનગરમાં રેલવે પોલીસ(railway police) દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું
- દરગાહ મઢુલી અને ઝૂંપડપટ્ટી દૂર કરાઈ
- છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા
જામનગર: રેલવે પોલીસ (railway police) દ્વારા મેગા ડીમોલેશન (mega demolition) હાથ ધરાયું છે. રેલવે પોલીસ દ્વારા ભીમનાથ બાજુમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે, અહીંથી flyover bridge નીકળતો હોવાના કારણે દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું રેલવે પોલીસ જણાવી રહી છે.
સ્થાનિકોએ ડીમોલેશનનો કર્યો વિરોધ
રેલ્વે પોલીસની મદદમાં જામનગર સીટી બી ડિવિઝન સ્ટાફ પણ જોડાયો હતો. જોકે, સ્થાનિકોએ ડીમોલેશન (demolition) નો વિરોધ કર્યો હતો. કારણ કે, અહીં દરગાહ તેમજ મઢુલી અને બુધ વિહાર આવેલું હોવાને કારણે લોકોએ ડીમોલેશનની કામગીરી અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ તબક્કે કોંગ્રેસના કોર્પોરેટર રચના પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.