ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં મણીયારો રાસ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યાં, જાણો શું છે ખાસિયત - આઈ શ્રી સોનલ માતા નવરાત્રી સમિતિ

જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રી સમિતિ ( Aai Shree Sonal Mata Navratri Samiti ) દ્વારા છેલ્લા 30 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગઢવી સમાજ દ્વારા આ ગરબીનું આયોજન ( Navratri tradition ) કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ જ્યારે પુરુષો દ્વારા વિશ્વ પ્રખ્યાત મણીયારો રાસ ( Maniyaro Raas of Jamnagar ) ખાસ રમવામાં આવે છે.

જામનગરમાં મણીયારો રાસ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યાં, જાણો શું છે ખાસિયત
જામનગરમાં મણીયારો રાસ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યાં, જાણો શું છે ખાસિયત

By

Published : Sep 30, 2022, 9:57 PM IST

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં એવા અનેક શેરી ગરબા ( Navratri tradition ) છે જેનું છેલ્લા 30થી 50 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આજે પણ અહીં આપણી સંસ્કૃતિની ઝલક ( Navratri tradition ) જોવા મળે છે.

30 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન

લોકો મંત્રમુગ્ધઆવા જ એક ગરબાનું આયોજન આઇ શ્રી સોનલ માતા નવરાત્રી સમિતિ ( Aai Shree Sonal Mata Navratri Samiti ) દ્વારા કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ તથા પુરુષો દ્વારા મણીયારા રાસ દ્વારા માતાજીની આરાધના ( Navratri tradition ) કરવામાં આવે છે. જામનગરના સેટેલાઇટ પાર્કમાં સ્થિત મહાદેવ મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ ( Maniyaro Raas of Jamnagar )જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મણીયારા રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે.

મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર રસનો રાસ છે. મણીયારો રાસ ( Maniyaro Raas of Jamnagar ) જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાય છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે. યુવાનો ( Navratri tradition ) આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે અને આવી વીરરસ કહેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details