- જામનગરમાં ઉદાસીન આશ્રમમાં લંપટ મહંતે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
- સેવા કરાવવાના બહાને મહિલાને બોલાવી મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું
- પરિણીત મહિલાએ જોડિયા પોલીસમાં લંપટ મહંત સામે નોંધાવી ફરિયાદ
જામનગરઃ જોડિયા તાલુકાના બાલભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે, જેની જોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે અને જોડિયા પોલીસ પાસેથી મળી રહેલા વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલભા ગામે ઉદાસીન આશ્રમ આવ્યો છે. અને આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષના હરિદાસબાપુ કાર્યભાર ભાળે છે. થોડા સમય પૂર્વે આશ્રમના અનુયાયી એક મહિલાને મહંતે ફોન પર કહ્યું કે, હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો. નજીકના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 40 વર્ષની પરિણીતાને પોતાના આશ્રમે બોલાવી હતી. પરિણીતા જ્યારે મહંતના પગ દબાવી રહી હતી ત્યારે હરિદાસબાપુની નિયત બગડતા મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.