ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં LRDના ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માગ, જાણો કારણ - gujaratpolice

રાજ્ય સરકાર દ્વારા LRD જવાનોની ભરતી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારો સાથે અન્યાય થયા હોવાના આક્ષેપો અને ઇચ્છામૃત્યુની માગ સાથે જામનગરમાં LRD ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

જામનગરમાં LRDના ઉમેદવારો
જામનગરમાં LRDના ઉમેદવારો

By

Published : Nov 6, 2020, 8:51 PM IST

  • છેલ્લા 10 મહિનાથી કરી રહ્યા છે આંદોલન
  • રાજ્ય સરકારે LRD પુરુષ ઉમેદવારો સાથે પક્ષપાત ભર્યું વલણ અપનાવ્યાનો આક્ષેપ
  • LRDના ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માગ

    જામનગર :સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે LRD જવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાતમાં LRD ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા LRD ભરતી પ્રક્રિયા સમયે પુરુષ ઉમેદવારો સાથે અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે અને ખાસ કરીને હાથમાં વિવિધ બેનરો લઇને ઇચ્છામૃત્યુની માંગ સાથે જામનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે LRD જવાનો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
    જામનગરમાં LRDના ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માંગ જાણો કેમ?


    LRD જવાનોએ કહ્યું રાજ્ય સરકારે LRD ભરતી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારો સાથે અન્યાય કર્યો

    જ્યારે મહિલા અને પુરૂષ ઉમેદવાર બંન્ને સમાન ન્યાય મળવો જોઈએ. તાત્કાલિક પુરૂષ ઉમેદવાર સાથે થયેલા અન્યાયને દૂર કરવામાં આવે. જો આગામી 10 દિવસ સુધીમાં LRD ઉમેદવારોની માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો રાજ્ય સરકારના ત્રાસથી કંટાળીને LRD જવાનોને ઈચ્છામૃત્યું કરવી પડશે.
    જામનગરમાં LRDના ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માંગ જાણો કેમ?

ABOUT THE AUTHOR

...view details