ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર લાંબી કતારો, આવતીકાલથી શરુ થશે

હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર હાલાર પંથકના ખેડૂતો પોતાનો માલના વેચાણ અર્થે આવતા હોય છે. જોકે વાવાઝોડાનું સંકટ હોવાના કારણે માલ બગડે નહીં તે માટે હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા માર્કેટયાર્ડમાં તમામ પાકની આવક બંધ કરવામાં આવી હતી. જે હવે આવતીકાલથી શરુ કરવામાં આવશે.

જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર લાંબી કતારો, આવતીકાલથી શરુ થશે
જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર લાંબી કતારો, આવતીકાલથી શરુ થશે

By

Published : May 21, 2021, 6:45 PM IST

  • જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી શરુ થશે
  • વહેલી સવારથી ખેડૂતો વાહનો લઈ યાર્ડ ખાતે પહોંચ્યાં
  • આવતીકાલથી રાબેતા મુજબ હરાજીનો પ્રારંભ કરવામાં આવશે


    જામનગરઃ રાજયમાં સરકાર દ્વારા વેપારધંધાને છુટછાટ આપવામાં આવી છે. જેને ધ્યાને લઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં પણ આવતીકાલથી રાબેતા મુજબ હરાજીનો પ્રારંભ કરવામાં આવશે તેમ હાપાયાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે.

    કયા જણસીની ક્યારે થશે હરાજી?

    જામનગરમાં આવતીકાલથી હાપા યાર્ડમાં વિવિધ જણસીની હરાજીનો પ્રારંભ થશે. જેના સમય જાહેર કરવામાં આવ્યાં છે. અપાયેલાં સમય પ્રમાણે ખેડૂતો પોતાનો માલ લાવી શકશે.

આ પણ વાંચોઃ 22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ

જેમાં ઘઉંની આવક આવતીકાલે સવારે 6 થી 9, મગફળીની આવક બપોરે બે વાગ્યા સુધી, ધાણાની આવક પણ બપોરે બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કપાસની આવક બપોરે બે વાગ્યાથી, રાઇ/રાયડાની આવક બપોરે બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી, જીરૂ, અજમા, અનાજ, કઠોળની આવક બપોરે બે વાગ્યાથી ચાલુ કરવામાં આવશે અને એરન્ડા, લસણની આવક બપોરે બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કરવામાં આવશે. આ સમય મર્યાદા બાદ આવકો નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રખાશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાળકો નથી રહ્યા સુરક્ષીત, 13 વર્ષીય બાળકને થયો મ્યુકોર માયકોસીસ

ABOUT THE AUTHOR

...view details