ગુજરાત

gujarat

ETV Bharat / city

Live heart surgery In Jamnagar: ડોક્ટરે હાર્ટનું LIVE ઓપરેશન સફળતાપૂર્વક કર્યું, વૈશ્વિક સ્તરે લેવાઇ નોંધ

જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ગૌરવ ગાંધી (Cardiologist Dr. Gaurav Gandhi), બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યુટ (baroda heart institute and research centre) તથા તેમની ટીમ દ્વારા હૃદયરોગનું અદ્યતન સારવાર દ્વારા લાઈવ ઓપરેશન (Live heart surgery In Jamnagar) કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત કોઈ ડોક્ટરે હાર્ટના દર્દીનું સફળ ઓપરેશનનું જીવંત પ્રસારણ કર્યું હતું.

Live heart surgery In Jamnagar: ડો. ગૌરવ ગાંધીએ હાર્ટનું LIVE ઓપરેશન સફળતાપૂર્વક કર્યું, વૈશ્વિક સ્તરે લેવાઇ નોંધ
Live heart surgery In Jamnagar: ડો. ગૌરવ ગાંધીએ હાર્ટનું LIVE ઓપરેશન સફળતાપૂર્વક કર્યું, વૈશ્વિક સ્તરે લેવાઇ નોંધ

By

Published : Jan 12, 2022, 10:08 PM IST

Updated : Jan 12, 2022, 10:19 PM IST

જામનગર: જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ગૌરવ ગાંધી (Cardiologist Dr. Gaurav Gandhi) દ્વારા હૃદયરોગનું અદ્યતન સારવાર દ્વારા લાઈવ ઓપરેશન (Live heart surgery In Jamnagar) કરવામાં આવ્યું હતું. જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર (cardiologist doctor in jamnagar) ગાંધી, બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યુટ (baroda heart institute research centre) તથા તેમની ટીમ દ્વારા હૃદયરોગની સારવારમાં નવીનતમ ટેક્નોલોજી વિશે લાઈવ ટેલીકાસ્ટથી વૈશ્વિક સ્તરે માહિતી આપવામાં આવી હતી.

આધુનિક મશીનરીથી લાઈવ હાર્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આધુનિક મશીનરીથી લાઈવ હાર્ટ ઓપરેશન કરવામાં આવ્યું

તેમણે અદ્યતન ટેકનોલોજી (Advanced technology for heart surgery)નો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે તેનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. જામનગરમાં શારદા હોસ્પિટલમાં ડોક્ટર ગાંધી દ્વારા આધુનિક મશીનરીથી લાઈવ હાર્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત બરોડા, મુંબઈ અને જામનગરના ડોક્ટર્સ દ્વારા હાર્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પ્રથમ વખત કોઈ ડોક્ટરે હાર્ટના દર્દીનું સફળ ઓપરેશનનું જીવંત પ્રસારણ કર્યું.

આ પણ વાંચો:Corona Cases In Jamnagar: છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને થયો કોરોના, શાળાના 100થી વધુ બાળકોનું કરાયું ટેસ્ટિંગ

પ્રથમ વખત હાર્ટના ઓપરેશનનું જીવંત પ્રસારણ

ડોક્ટર ગાંધીએ સ્મોકિંગના દર્દીના હાર્ટનું સફળ ઓપરેશન (Heart Operation Of A Smoker In Jamnagar) કર્યું, જેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે. ડોક્ટર ગાંધી સાથે અન્ય ડૉક્ટર્સ પણ લાઇવ હાર્ટના ઓપરેશનમાં જોડાયા હતા. ખાસ કરીને આધુનિક ટેકનોલોજીથી બનેલા અદ્યતન સાધનોની મદદથી ડોક્ટર ગાંધીએ હાર્ટનું લાઇવ ઓપરેશન કર્યું છે. અત્યાર સુધીમાં અનેક ડોક્ટર્સ દ્વારા હાર્ટના ઓપરેશન સફળ કરવામાં આવ્યા છે. જો કે પ્રથમ વખત કોઈ ડોક્ટરે હાર્ટના દર્દીનું સફળ ઓપરેશનનું જીવંત પ્રસારણ કર્યું હતું.

ઓપરેશનનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Corona case in Jamnagar :જામનગરમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ત્રણ દિવસથી સતત કેસમાં વધારો

Last Updated : Jan 12, 2022, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details