ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જી જી હોસ્પિટલની વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મુલાકાત - Leader of the Opposition

કોરોના કાળમાં રાજ્ય સરકાર પર વિપક્ષ અનેક આક્ષેપો કરતી રહી છે. શુક્રવારે પરેશ ધાનાણીએ જામનગરની જી.જી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સરકાર પર આક્ષેપ કર્યા હતા કે સરકાર કોરોના કાળમાં નિષ્ફળ ગઈ છે.

congress
જામનગર જી જી હોસ્પિટલની વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મુલાકાત

By

Published : May 15, 2021, 9:59 AM IST

Updated : May 15, 2021, 11:34 AM IST

  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ લીધી જી.જી હોસ્પિટલની મુલાકાત
  • ધાનાણીના પહોંચતા પહેલા હોસ્પિટલામાં લાગી આગ
  • કોરોના કાળમાં સરકાર નિષ્ફળ ગઈ છે : ધાનાણી

જામનગર : રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે અને રાજ્યમાં વિપક્ષ દરરોજ નવા નવા આક્ષેપો કરતું હોય છે. રાજકોટમાં પરિસ્થિતિની જાણકારી મેળવવા કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અહીં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

વિરોધ પક્ષના નેતાએ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર

પરેશ ધાનાણી કોવિડ હોસ્પિટલની મુલાકાત લે તે પહેલાં જ કોવિડ હોસ્પિટલના ચોથા મળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેના કરાણે પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પણ આકરા પ્રહાર કર્યા હતા અને રાજ્ય સરકાર કોરોના કાળમાં નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.

જામનગર જી જી હોસ્પિટલની વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મુલાકાત

આ પણ વાંચો : પરેશ ધાનાણી મોરબી સિવિલ હોસ્પિટલે જાતતપાસ માટે પહોંચ્યાં, કરી આવી માગણી


કોવિડ હોસ્પિટલમાં કર્યું નિરીક્ષણ

ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓ કોરોનાના મોતને ભેટયા છે. હાલમાં પણ રાજ્ય સરકાર દરેક ગામે કોવિડ વોર્ડની સુવિધા ઉભી કરતી નથી. જેના કારણે વધુ કોરોના ફેલાય તેવી શક્યતા છે.

Last Updated : May 15, 2021, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details